Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે રોંગ સાઈડમાં ઘસી આવેલ BRTS બસે અડફેટે લેતા અખબાર વિતરકનું મોત

લોકોના ટોળેટોળાં એકઠાં થઇ જતા બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો

અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે છાપા વિતરક એકિટવાચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની અડફેટે કરૂણ મોત નીપજ્યું છે.
ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠાં થઇ જતા બસ-ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. લોકોએ બસ-ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવતા B ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો કાબુ માં લીધો હતો.

મૃતક શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા જલુભાઈ દેસાઈ હોવાનું તપાસ માં બહાર આવ્યુ હતુ જેઓ તેમનાં પત્ની અને બે બાળકો ના પરિવાર સાથે રહેતા હતા અને અખબાર વિતરણ કરી ગુજરાન ચલાવતા હતા, આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા પોતાની એકટીવા લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે પરત ફરી રહયા હતા તે દરમિયાન 6.30 કલાકે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ-ચાલકે તેઓ ને અડફેટે લેતા જલુભાઈ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જલુ ભાઈ ને 108 ના નરસિંગ સ્ટાફે પંપિંગ કર્યું હતું પણ તેઓ ને ગંભીર ઇજાઓ થઈ હોવાથી કરૂણ મોત થઈ ગયુ હતુ. આ ઘટના ને લઈ ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે

(11:45 am IST)