Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા 'કલાસંગમ ૨૦૨૧'

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા 'કલાસંગમ-૨૦૨૧' આયોજીત થયેલ. કલાસંગમ અંતર્ગત સંસ્થાના ૩૩ વિદ્યાર્થીઓ દ્વારા સીંગીંગ, ડાન્સીંગ, નૃત્ય, પેઇન્ટીંગ, સ્પોર્ટસ, ગેમીંગ, પઝલ સોલ્વીંગ, ફોટોગ્રાફી જેવી વિવિધ કલાનું અદ્દભૂત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતુ. બાળકોને ગીફટ હેમ્પર આપી પ્રોત્સાહીત કરાયા હતા. સાથે સાથે એએસીએના વર્ષ ૨૦૨૧ નો લાઇફ ટાઇમ  એચીવમેન્ટ એવોર્ડ સીનીયર મેમ્બર જીગીશભાઇ કે. શાહને એનાયત કરાયો હતો. આ સંસ્થા બિઝનેસ સંબંધિત કાર્યક્રમોની સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)

(3:32 pm IST)