Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કાલથી ધો. ૧૦-૧રના રીપીટર છાત્રોની ઓફલાઇન પરીક્ષા

ગુજરાતના તમામ શિક્ષણાધિકારીઓને સોપાઇ જવાબદારી : જિલ્લા મથકે કંટ્રોલ રૂમ શરૂ

રાજકોટ, તા. ૧૪ :  ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર છાત્રોની પરીક્ષાનો ઓફલાઇન પ્રારંભ થઇ રહ્યો છે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને  ધો. ૧રમાં આ વર્ષે માસ પ્રમોશન-આપવામાં આવ્યા બાદ રીપીટર વિદ્યાર્થીઓની તા. ૧પ જુલાઇથી શરૂ થતી પરીક્ષાઓનો  એકશન પ્લાન ફાઇનલ થયો હતો. ધો. ૧૦ અને ધો. ૧ર ની ઓફલાઇન પરીક્ષા માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં દરેક  જિલ્લાના શિક્ષણાધિકારીઓને સ્થાનિક કક્ષાએ પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવાની તાકિદ કરવામાં આવી હતી.

રાજયના માધ્યમિક શિક્ષણ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં  તાજેતરમાં રાજકોટના તમામ જીલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીઓની વિડીયો કોન્ફરન્સ મળી હતી. જેમાં તમામ જિલ્લાઓમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે તમામ બિલ્ડીંગને સેન્ટાઇઝ કરવા પરીક્ષા, કેન્દ્રો ઉપર થર્મલગનને વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરી સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના સંદર્ભમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલાએ જણાવ્યુ કે, રાજકોટ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧રના અંદાજે ર૪ હજાર રીપીટર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ધો. ૧રની પરીક્ષા જિલ્લા મથકોએ જયારે ધો. ૧૦ ની પરીક્ષા માટે તાલુકાના પરીક્ષા કેન્દ્રોને મંજુરી આપવામાં આવી છે. ધો. ૧રની પરીક્ષાના પ્રશ્ન પેપરો તા. ૧૧ ના જયારે ધો. ૧૦ના પ્રશ્ન પેપરો તા. ૧૩ ના રાજકોટ આવી ગયા. તા. ૧૪ થી કન્ટ્રોલ રૂમ શરૂ થતા બોર્ડની પરીક્ષામાં એકસન પ્લાન જાહેર થયા બાદ હવે ક્રમશઃ શાળા સંચાલકો, આચાર્ય, બિલ્ડીંગ, સુપરવાઇઝર અને સ્ટાફની બેઠકો મળી હતી. (૯.૧૨)

સૌરાષ્ટ્રના જિલ્લાવાર રીપીટર પરીક્ષાર્થીઓ

 

 

 

જિલ્લો

ધો. ૧૦

ધો. ૧ર(સા.પ્ર)

ધો. ૧ર વિ.પ્ર.

અમરેલી

૧૧ર૯૪

૪૮રપ

પ૮૭

જામનગર

૬૭ર૭

ર૪૪૧

૩૦પ

જુનાગઢ

૧૪ર૬૬

૭૦૯૮

૮૧૬

રાજકોટ

૧૬પ૮૯

૬૪૩ર

૧૦૦૮

સુરેન્દ્રનગર

૧૧ર૦૩

૩૯૧૦

૩૩૭

પોરબંદર

૪૮પ૧

૧૬૩૧

૧ર૧

દ્વારકા

૩૪ર૮

૧પ૮૪

૮૯

ગીર સોમનાથ

૧૦૮૪૮

પ૦૧૮

૪પર

મોરબી

૪૩પ૯

૧પર૭

ર૧૬

(3:33 pm IST)