Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 1.01 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી શ્રાવણ પહેલા જ જિલ્લામાં જુગારધામ ધમધમી ઉઠયા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈસનપુર મોટા ગામે મગોડી રોડ ઉપર રહેતા સુરેશ ચીનુભાઈ પટેલ મકાનમાં જુગારધામ ચલાવી રહયા છે અને બહારથી લોકોને બોલાવી કોઈન આધારે જુગાર રમાડે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં મનુજી કેશાજી ઠાકોર રહે.લીંબડીયાભુપેન્દ્રકુમાર રતિલાલ ચૌહાણ રહે.બાવડીયાનો આટો સાણંદવિરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર રહે.સાણોદા દહેગામરાજુભાઈ હીરાભાઈ મકવાણા રહે.મકાન નં.૧૮૫સે-ર૪રમેશભાઈ ગણેશભાઈ પરમાર રહે.ર૬૨નાડીયાવાસ વાવોલમહિપતસિંહ રામસિંહ ચૌહાણ રહે.અક્ષરહોમ સોસાયટી વાવોલપ્રદિપ રાજારામ ધારણસકર રહે.પ૭૫મુળજી પારેખની પોળદરીયાપુરમનુભાઈ રામજી પરમાર રહે. પ્લોટ નં.૬૬૬/૬સે-૧૩મહેન્દ્રસિંહ રસીકસિંહ પરમાર રહે.ઈન્દિરાનગર સાણોદાભુપતસિંહ હેમતુજી વાઘેલા રહે.૧પ૮૧/રસે-પ/સી અને સુરેશ ચીમનભાઈ પટેલ રહે.મગોડી રોડ ઈસનપુર મોટાને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી પપ૪૫૦ રોકડા૧૧ મોબાઈલજુગાર માટેના કોઈન મળી ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ભેગા થઈને જુગાર રમવા બદલ આ જુગારીઓ સામે સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ ચાલી રહયું હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ અહીં જુગારીઓ રમવા માટે આવતા હતા. 

(5:04 pm IST)