Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી ફિંગર ટિપ્સ પર અને મૂલાકાતનું ઓનલાઇન બુકીંગ થઇ શકાશે: સાયન્સ સિટીની મૂલાકાત બનશે વધુ સરળ-સુવિધાસભર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાયન્સ સિટીની નવિન વેબસાઇટ અને મોબાઇલ એપના લોન્ચિંગ કર્યા:ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને ગુજરાત સાયન્સ સિટીએ ડિઝીટલ સેવા વિસ્તરણથી સાકાર કર્યો

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપના ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.

સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ https://sciencecity.gujarat.gov.in અને મોબાઇલ એપ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે
 મોબાઇલ એપ ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
આ બે ડિઝીટલ સુવિધાઓ સાયન્સ સિટીની મૂલાકાતે આવનારા લોકો માટે ઘરે બેઠા ઓનલાઇન બુકીંગ, પેપરલેસ ટિકીટ પ્રક્રિયા, તમામ ડિઝીટલ મોડથી પેમેન્ટ સુવિધાની સગવડતા પૂરી પાડશે જેથી કેશલેસ ટ્રાન્ઝેકશનની પ્રક્રિયાને પણ વેગ મળશે.
એટલું જ નહિ, સાયન્સ સિટીમાં પ્રવેશ બાદ મૂલાકાતીઓને એક ગેલેરીથી બીજી ગેલેરી કે એક સ્થળેથી અન્ય સ્થળે સમગ્ર પરિસરમાં જવા માટે મોબાઇલ એપ પર નકશા અને સ્થળની સ્થિતીની ચોક્કસ જાણકારી પ્રાપ્ત થશે.
સાયન્સ સિટીમાં નવી તૈયાર થયેલી એકવાટિક ગેલેરીમાં એકવેરિયમમાં જે માછલીઓ-ફિશ રાખવામાં આવી છે તે કયુ.આર કોડ સાથેની છે. આવી માછલી-ફિશના કયુ.આર કોડ પોતાના મોબાઇલમાં એન્ટર કરીને મૂલાકાતીઓ આ માછલીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકશે.
આમ, આ નવિન મોબાઇલ એપ સાયન્સ સિટીના મૂલાકાતીઓ માટે ડિઝીટલ ગાઇડની ભૂમિકા પણ ભજવશે અને રપ૦ એકરથી વધુ વિસ્તારના સમગ્ર સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પો તેમજ આકર્ષણો વિશે મોબાઇલ ફોન પર માહિતી ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ https://sciencecity.gujarat.gov.in વેબસાઇટ અને મોબાઇલ એપ લોન્ચિંગ અવસરે સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટીના શ્રી સુરમ્ય વોરા તેમજ સાયન્સ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:14 pm IST)