Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની મહેર યથાવત રહેશે

દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ :  રાજ્યમાં આગામી ત્રણ દિવસ મેઘરાજાની મહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે મેઘમહેર યથાવત રહી છે.

(8:19 pm IST)