Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી : ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો

ભાભર પોલીસ મથકે પોલીસકર્મી પર હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો  બજારમાં પોલીસકર્મી પર હુમલો થતાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાભર પોલીસ મથકે પોલીસકર્મી પર હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(8:23 pm IST)