Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પારડી કોલેજમાં ફી ના મુદ્દે એબીવીપીએ આવેદનપત્ર આપ્યું.

અગામી પાંચ દિવસની અંદર ફી પરત કરવામાં ન આવે તો વિદ્યાર્થી પરિષદ કોલેજ પર ઉગ્ર આંદોલન કરશે

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :પારડીના એન કે દેસાઈ કોલેજ માં ફી ના મુદ્દે એબીવીપીના કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં ડિરેક્ટરને ફી ઘટાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
  પારડીમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી દ્વારા પારડી એમ.કે.દેસાઈ કોલેજ કેમ્પસના ડિરેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ  કોરોના મહામારીથી ઉદભવેલ પરિસ્થિતિ સંદર્ભે નિયત ફીમાં ધટાડો કરવા અંગે યુનિવર્સિટી દ્વારા તા.૮/૧૨/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક ૫૧ કોરોના મહામારીમાં ઉદ્દભવેલી અસામાન્ય પરીસ્થિતી અન્વયે શેક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ યુનિવર્સિટી સલંગ્ન તમામ કોલેજો માટે ફી માં ઘટાડો કરવાનો ઠરાવ કરવામાં આવેલ છે. તેમ છતાં કોલેજમાં કોઈપણ પ્રકારની ફી મા ધટાડો કરવામાં આવેલ નથી. કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ પીડાયુ છે. તેના કારણે દેશમા આર્થિક મંદીનો માહોલ છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી છે. આવા સમયે આ પ્રકારની ફી ઉધરાવવી કેટલું યોગ્ય છે. યુનિવર્સિટીના ઠરાવ મુજબ ફી ધટાડો થયેલ છે. એ અગામી પાંચ દિવસની અંદર ફી પરત કરવામાં ન આવે તો વિદ્યાર્થી પરિષદ કોલેજ પર ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી કોલેજના આચાર્યની રહેશે એવી ચીમકી આપી છે.

(8:43 pm IST)