Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજપીપળા ખાતેની ITI માં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારો તા.૨૦ જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજપીપળા ખાતે પ્રવેશસત્ર જુલાઈ- ૨૦૨૧ માં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહીનો હાલ પ્રારંભ થઇ છે. પ્રવેશ લેવા માંગતા ઉમેદવારોએ સરકારી/ગ્રાંટ- ઈનએઈડ/એસ.એફ.સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમણે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણાપત્રો સહિત પરત જમા કરાવવાનુ રહેશે.

પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફોર્મ  ભરવાની ઓનલાઇન તા.૦૩/૦૭/૨૦૨૧ થી શરૂ થયેલ છે. ફોર્મ ભરવાની ઓનલાઇન છેલ્લી તા.૨૦ જુલાઈ-૨૦૨૧ અને આઇ.ટી. આઇ ખાતે પ્રવેશ ફોર્મ રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તા.૨૧. જુલાઈ સાંજના ૦૫:૦૦ કલાક સુધીની રહેશે તેમજ રાજપીપળા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરવાની તા.૨૩ જુલાઈ સુધીની રહેશે.
આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજપીપળા તરફથી જણાવવામાં આવ્યું છે.

(10:41 pm IST)