Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ગુજરાતનાં ત્રણ આઇપીએસ ને રાષ્ટ્રપતિ મેડલ મળતા, સર્વત્ર હર્ષ.

રાજકોટ ..  સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસંશનીય અને અતિ પ્રસંશનીય કામગીરીની શૃંખલામાં ગુજરાતમાંથી અતિ પ્રસંશનીય સેવા બદલ ફકત એક આઇપીએસ અધિકારીની પસંદગી કરવામાં આવી છે અને આ ભાગ્યશાલી વ્યક્તિ એટલે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે . પોતાની યશસ્વી સેવા માત્ર ગુજરાત પૂરતી નહિ સેન્ટ્રલ રિઝર્વ પોલિસમા પણ મૂળ રાજસ્થાનના વતની એવા ખૂબ અનુભવી આઇપીએસ દ્વારા આપવામાં આવી છે,જે બાબતની નોંધ કેન્દ્ર સુધી લેવામાં આવી છે.          P.  ગુજરાતમાં આઇપીએસ લેવલે જે અન્ય કાર્યદક્ષ અધિકારી પસંદગી પામ્યા છે તેમાં ભાવનગર રેંજના આઇજી અશોક કુમાર યાદવ છે, ખૂબ કડક હાથે કામ લેવા માટે જાણીતા આ અધિકારી સહિત આઇપીએસ શ્રી.ઇન્ચાર્જ રેન્જ વડા શ્રી. ભરડા જી નો સમાવેશ છે.

ગુજરાતમાં એક માત્ર રાજકોટ પોલિસ કમિશનરને અતિ પ્રસંશનીય સેવા એવોર્ડ

રાજ્ય પોલીસ તંત્રમા કડક હાથે કામ લેવા જાણીતા ભાવનગર રેન્જ વડા અશોક કુમાર યાદવ અને ભરાડાજી ને પણ રાષ્ટ્રપતિ ચંદ્રકથી વિભૂષિત થયા.

(12:12 pm IST)