Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

આણંદ પંથકમાં સાબરમતી નદીમાં પાણી છોડાયુ : નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાઃ કુલ 12 ગામોમાં અપાયું ઍલર્ટઃ તલાટી અને ડિઝાસ્ટર ટીમને ખભે પગે

નદી કાંઠે પશુ ચરાવવા ન જવા અપાઈ સૂચના : રાજ્યમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં પણ પાણીની આવક થઈ છે. તેવામાં વાસણા બેરેજમાં પણ પાણીની આવકને કારણે હવે સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

આનંદઃ આણંદ પંથકમાં સાબરમતી નદીમાં પાણી છોડાયુ છે. વાસણા બેરેજમાંથી 1 હજાર 957 ક્યૂસેક પાણી છોડાયા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ તલાટી સાથે ડિઝાસ્ટર ટીમને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થયા બાદ હવે વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં પણ પાણીની આવક થઈ છે. તેવામાં વાસણા બેરેજમાં પણ પાણીની આવકને કારણે હવે સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવાને લઈ તારાપુરના 12 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે નદી કાંઠે પશુ ચરાવવા ન જવા પણ સૂચના અપાઈ છે. આ તરફ તલાટીઓ સાથે ડિઝાસ્ટર ટીમને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

(2:04 pm IST)