Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

વિજયનગરના બાલેટામાં પિતા પુત્રના પવિત્ર સબંધને કલંક લાગે તેવી ઘટનાઃ જમવા મુદ્દે પુત્રએ પિતાના માથામાં ઈંટ મારી અને લાતો મારતાં ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળેજ મોત

વિજયનગરના બાલેટામાં પિતા પુત્રના પવિત્ર સબંધને કલંક લાગે તેવી ઘટનાઃ જમવા મુદ્દે પુત્રએ પિતાના માથામાં ઈંટ મારી અને લાતો મારતાં ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળેજ મોત

અમદાવાદઃ જમવાનું કેમ આપતા નથી તેમ કહી વિજયનગરના બાલેટામાં શુક્રવાર સવારે પુત્રે માતા પિતા સાથે તકરાર કરી ઉશ્કેરાઈ જઈ પિતાના માથામાં ઈંટ મારી, લાતો મારતાં ગંભીર ઈજાઓના કારણે પિતાનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સગી જનેતાએ પુત્ર વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પિતા પુત્રના પવિત્ર સબંધને કલંક લાગે તેવી ઘટના બાલેટામાં શુક્રવાર સવારે અગિયાર વાગ્યે બની હતી. જેમાં કાવાજી સવજી હોથા અને તેમના પત્ની બબલીબેન પોતાના ઘરે હતા તે સમયે તેમના દીકરા મુકેશે ઘરે આવી બબલીબેન અને કાવાજી સાથે તમે મને ખાવાનું કેમ નથી આપતા તેમ કહી તકરાર કરી હતી અને અપશબ્દો બોલતો હોઈ કાંવાજીએ પુત્ર મુકેશને અપશબ્દો બોલવાની ના પાડતાં મુકેશે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના પિતા કાવાજી ના માથામાં ઈંટ મારી દીધી હતી અને કાવાજી લાતો મારતાં મર્મસ્થાને જીવલેણ ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

આમ ખાવાનું આપવાની નજીવી બાબતે સગા પુત્રે પિતાની હત્યા કરતાં પિતાના હત્યારા મુકેશની માતા બબલીબેને મુકેશ સામે ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દીધી હતી.

(2:46 pm IST)