Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

યાત્રાધામ શામળાજીમાં મંદિર પરિસર તિરંગાથી સુશોભિત કરાયુંઃ ભગવાનના મંદિરના શિખર તેમજ ઘુમ્મટ પર તિરંગા લગાવવામાં આવ્યા હતા.

અરવલ્‍લીઃ હાલ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામો પણ આ અભિયાનમાંથી બાકાત નથી રહ્યા. ત્યારે યાત્રાધામ શામળાજીમાં મંદિર પરિસર તિરંગાથી સુશોભિત કરાયું હતું. ભગવાનના મંદિરના શિખર તેમજ ઘુમ્મટ પર તિરંગા લગાવવામાં આવ્યા હતા. તેમજ આખું મંદિર પરિસર જાણે દેશભક્તિના રંગમાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

યાત્રાધામ શામળાજી મંદિર પરિસર જ નહીં પરંતુ ભગવાન શામળિયાના ગર્ભગૃહના પ્રવેશ દ્વારમાં બંને બાજુ તિરંગા લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ભગવાન શામળિયાને પણ તિરંગો પહેરાવવામાં આવ્યો છે, ત્યારે ભગવાન શામળિયો પણ આઝાદીના અમૃત મહોત્સવમાં સહભાગી બન્યા હોય એવી ભાવના જોવા મળી હતી.

(3:34 pm IST)