Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જિલ્લા ૧૦૮ ટીમના કન્વીનર તરીકે વિજય પટેલની નિમણૂક

સમાજના આગેવાનો, મિત્રો સહીતના લોકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ૧૦૮ ટીમ ના ગુજરાત રાજ્ય ના જવાબદાર ચેરમેન  હિમાંશુભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં અમદાવાદ જિલ્લા ૧૦૮ ટીમ ના કન્વીનર  તરીકે  વિજયભાઈ પટેલ ની નિમણુક કરવામા આવી હતી. ઉપપ્રમુખ  ડી .એન .ગોલ તથા સંગઠનના મંત્રી  વિક્રમભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બાવળાના વતની વિજયભાઈ પટેલ ને સમાજના આગેવાનો, મિત્રો સહીતના લોકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(9:14 am IST)