Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિરમગામ તાલુકાના ઘોડા અને કમીજલા ખાતે ભાજપ દ્વારા ખાટલા બેઠક યોજાઇ

ખેડૂતોને કૃષિ સુધારા વિધેયક 2020 વિશે સમજૂતી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : તસવીર- રસીક કોળી (રૂપાવટી):

ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને વિરમગામ તાલુકાના  ગામડાઓમાં ખાટલા બેઠક યોજાઇ હતી. આત્મનિર્ભર જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ તાલુકા ભાજપ દ્વારા ઘોડા અને કમીજલા ખાતે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ- 10/10/20ના  રોજ  જનજાગરણ અભિયાન (આત્મનિર્ભર ખેડૂત) અંતર્ગત  ઘોડા જિલ્લા પંચાયતના ઘોડા અને કમીજલા મુકામે સાંસદ  ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, રમેશભાઈ કોળી પટેલ, દિપકભાઈ પટેલ, મફાભાઇ ભરવાડ, મનજીભાઈ સેનવા, જગદીશભાઈ મેણીયા, વિષ્ણુભાઈ જાદવ, પ્રમોદભાઇ પટેલ, ડાયાભાઈ ડાભી, ગીરીશભાઈ મોરી, દીપકભાઈ ડોડીયા, છત્રસિંહ ગોહિલ  અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો  ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઇ હતી. ખેડૂતોને કૃષિ બિલ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

(9:19 am IST)