Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પાટણના સંખારી રોડ ઉપર બાઇક-કાર વચ્ચે અકસ્માતમાં સાળાનું મોત : બનેવીને ઇજા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૧૪ : પાટણ-સંખારી હાઇવે રોડ પર હાઉસીંગ બોર્ડ અને આર.ટી.ઓ. કચેરી વચ્ચેના માર્ગ પર ઠાકોર રણજીતજી ગોપાલજી ઉ.વ.રપ રહે. નોરતા તા.પાટણ અને જયેશજી ગોવિંદજી ઠાકોર રહે. લુણપુર તા. ડીસા વાળા પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતાં ત્યારે માર્ગ વચ્ચે અચાનક આખલો આવતા બાઇક સવારે કાબુ ગુમાવતા બાઇક આખલા સાથે ટકરાયા બાદ બાઇક અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બંને યુવકોને ઇજા થઇ હતી. જેમાં ઠાકોર રણજીતજી ગોપાલજી રહે. નોરતા વાળાને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું. જયારે જયેશજી ગોવિંદજી ઠાકોર રહે. લુણપુર વાળાને ઇજાઓ થતા તેમને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો સાળો બનેવી થતા હતાં જેમાં સાળાનું મોત થયું હતું.

(2:57 pm IST)