Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વડોદરા: દલિત યોજનાનો લાભ અપાવવાના બહાને મહિલા સામાજિક કાર્યકર સાથે 19 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરની સામાજિક કાર્યકર ચંદ્રિકા સોલંકીની માતા જયશ્રીબેન મહિડા શિક્ષક હતા હાલમાં તે નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓએ મકરપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018 દરમિયાન મેહુલ ઠાકોર ( રહેવાસી- વ્રજધામ સોસાયટી, કોયલી- સેવાસી રોડ, અંકોડિયા ગામ, વડોદરા) મારી ચંદ્રિકાને મળવા માટે આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું તમારા સમાજનો છું અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો વાઇસ પ્રેસિડન્ટ છું અને મારે તાત્કાલિક 1.5 લાખ રૂપિયાની જરૂર છે. જેથી મદદ કરો તમને બીજા દિવસે પરત કરી દઈશ. ત્યારબાદ નાણાંની ચુકવણી માટે મેહુલે ગલ્લાતલ્લા કર્યા હતા. ત્યારબાદ નવરાત્રિના સમયમાં મેહુલ ફરી તેમના ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં જુદા- જુદા નાસ્તાના સ્ટોલ નાખવાના છે. તેમાં રૂપિયા 2.5 લાખનું રોકાણ કરો. હું તમને મૂડી અને નફો બંને આપી દઇશ. તેમ કહી રૂપિયા 2.5 લાખ મેળવ્યા હતા અને ગરબા ગ્રાઉન્ડ ઉપર સરોલ નાખી મેહુલે ધંધો કર્યો હતો. ત્યારબાદ રૂપિયાનો હિસાબ માંગતા મેહુલે ફરી ગલ્લાતલ્લા કર્યા હતા. 

(5:59 pm IST)