Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરત: નવરાત્રી પર પ્રતિબંધ મુકવામાં આવતા ટેટુના કલાકારોએ નવરાત્રી ડિઝાઇન આધારિત માસ્ક બનાવી વ્યવસાય શરૂ કર્યો

સુરત:ગુજરાત સરકારે નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ મુકી દેતાં નવરાત્રી સાથે સંકળાયેલા અનેક વ્યવાય સાથે ટેટુનો વ્યવસાયને પણ મોટો ફટકો પડયો છે. હાલમાં કોરોનાના કારણે અનેક ધંધામાં મંદી હોય બ્યુટી પાર્લર અને ટેટુ આર્ટીસ્ટ દ્વારા નવરાત્રીમાં ડિઝાઈનર માસ્ક બનાવીને રોજગારી મેળવવાનો વ્યવસાય શરૂ કર્યો છે.

નવરાત્રી દરમિયાન લોકો ગરબે નહીં ઘુમે પણ ઘરની બહાર નિકળશે ત્યારે નવરાત્રીને યાદ અપાવે તેવા ડિઝાઈનવાળા માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું છે.  અનેક ટેટુ આર્ટીસ્ટોએ નવરાત્રીની ડિઝાઈનવાળા માસ્ક બનાવાવનું શરૂ કરતાં આ  વર્ષે લોકો મેદાનમાં તો ગરબે નહીં ઘુમી શકે પરંતુ મોઢા પર નવરાત્રીની ડિઝાઈનના માસ્ક સાથે શહેરમાં ફરતાં જોવા મળશે.

સુરતમાં કોરોનાના કારણે લોક ડાઉન બાદ અનેક ધંધાને મોટો ફટકો પડયો  છે તેમાંથી હજી લોકોબહાર નથી આવ્યાં ત્યા સરકારે તહેવારની ઉજવણી પર બ્રેક મારી દેતાં તહેવારના ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોની હાલત કફોડી થઈ રહી છે.

(6:00 pm IST)