Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરતના સચિન વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન પરિચયમાં આવેલ યુપીવાસી એક સંતાનના પિતાએ પરપ્રાંતીય તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના સચિન વિસ્તારમાં લોક્ડાઉન દરમ્યાન પરિચયમાં આવેલા યુપીવાસી એક સંતાનના પિતાએ પરપ્રાંતિય પરિવારની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી મંદિરમાં લગ્ન કર્યા બાદ ગર્ભવતી બનાવતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સચિન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરપ્રાંતીય પરિવાર સાથે લોક્ડાઉનમાં સંચા ખાતામાં કામ કરતો રાજા ભૈયા ઉર્ફે રાજા છુટેલાલ સોનગર ઉર્ફે ખટીક (ઉ.વ. 26) પરિચયમાં આવ્યો હતો. દરમ્યાનમાં એક સંતાનના પિતા એવા રાજા ભૈયાએ પરપ્રાંતિય પરિવારની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.

દરમ્યાનમાં એકાદ મહિના અગાઉ તરૂણીની માતા બિમાર પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમ્યાન રાજા ભૈયા વારંવાર ઘરે આવતો હતો. જેની જાણ તરૂણીના નાના ભાઇએ તેના માતા-પિતાને જાણ કરી હતી. જેથી તરૂણીના પિતાએ રાજા ભૈયાને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ ગત તા. 29 સપ્ટેમ્બરના રોજ રાજા ભૈયા જયાં રહેતો હતો તે સચિન નવદુર્ગા સોસાયટીનું ઘર ખાલી કરી અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો. 

(6:00 pm IST)