Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરતના કતારગામ વિસ્તારમાં જમવા બાબતે બે ભાઈઓ બાખડ્યા:એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા ચકચાર

સુરત: શહેર ના કતારગામ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ એજ ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન બિલ્ડીંગના બીજા માળે રહેતા બે ભાઈઓ બાબુ ઠાકોર અને જસુ ઠાકોર વચ્ચે જમવા બાબતે ઝઘડો થયા બાદ જસુએ ભાઈ બાબુની હત્યા કરી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(6:03 pm IST)