Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હિંમતનગર બાયપાસ નજીકથી પોલીસે સાંજના સુમારે પાસપરમિટ વગર ડમ્પરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે એક શખ્સની અટકાયત કરી

હિંમતનગર: શહેરના મોતીપુરા વિસ્તારમાંથી સોમવારે સાંજના સુમારે પાસપરમીટ વિના ડમ્પરમાં ભરી લઈ જવાતા અંદાજે રૂ.૧૩.૨૯ લાખના વિદેશી દારૂના જથ્થાને બીડીવીઝન પોલીસે બાતમીને આધારે ઝડપી લઈ એક શખ્સની અટકાયત કરી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે બીડીવીઝનના પીએસઆઈ જે.એમ.પરમારએએસઆઈ બુધ્ધીપ્રસાદના જણાવાયા મુજબ મોતીપુરા બાયપાસ રોડ પર થઈને એક વાહનમાં દારૂનો મોટો જથ્થો વિજાપુર થઈ ગાંધીનગર તરફ લઈ જવાનો હોવાની બાતમી મળી હતી. જે આધારે બીડીવીઝન પોલીસે બાયપાસ પર વોચ ગોઠવી દીધી હતી.

દરમિયાન બાતમી મુજબ અહીથી પસાર થતા આઈવા ડમ્પરને શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઉભી રખાવી હતી. ત્યારબાદ ડમ્પરમાં બેઠેલા પ્રકાશ રતનભાઈ પટેલની પુછપરછ કરીને દારૂની હેરાફેરીનું પરમીટ માગી હતી. પરંતુ તે રજુ કર્યા ન હતા જેથી પોલીસે દારૂ ભરેલા ડમ્પરને બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ ગણત્રી કરાતા તેમાંથી વિદેશી દારૂની લગભગ ૨૦૦ થી વધુ પેટી મળી આવી હતી.

(6:05 pm IST)