Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વાપીમાં મોબાઈલ ઝૂંટવી ચોરનારો પકડાયો : મોબાઈલ વેચવા આવવાનો હોવાણી બાતમીના આધારે પોલીસે દબોચી લીધો

વલસાડ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ, વી.એમ.જાડેજાની સુચનાથી વાપી જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે.કામળીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે.દેસાઈની ટીમની કામગીરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલ ફોન ઝૂંટવી ચોરી કરનારા 2 ચોરને વાપી જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી ચોરીના 3 ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. આ બંને પાસેથી પોલીસે 7 મોબાઈલ પણ કબ્જે કર્યા છે.વાપીમાં બની રહેલા ચોરીના બનાવો અટકાવવા વલસાડ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલા તથા ના.પો. અધિક્ષક વાપી વિભાગ, વાપી વી.એમ.જાડેજાએ સુચના આપી હતી. જેના પગલે વાપી જી.આઈ.ડી.સી. ના પો.ઈન્સ. એન.કે.કામળીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.કે.દેસાઈ તથા પો.કો. નિમેશભાઈ, ઈશ્વરભાઈ તથા પો.કો. દિગ્વીજય વિક્રમસીંહ, પો.કો. કાનજીભાઈ નારણભાઈ તથા પો.કો. નવરંગજીહઠીજી વિગેરે સ્ટાફ સાથે આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સાથેના પો.કો. નિમેશભાઈ તથા પો.કો.દિગ્વીજયસીંહને ચોકકસ બાતમી મળેલ કે, મોબાઇલ ખેંચી લઇ જનાર આરોપીઓ એક બાઈક ઉપર વાપી
 જી.આઈ.ડી.સી. વિનંતી નાકા ચાર રસ્તા પાસે ચોરીના મોબાઈલ વેચવા માટે આવનાર છે. જે બાતમી આધારે પો.સ.ઈ. એ.કે.દેસાઈ તથા તેમની સાથેના પોલીસ સ્ટાફે ટીમ વર્ક કરી વોચ ગોઠવી આરોપીઓ (૧)આફતાબ તુફેર અહેમદ (ઉ.વ .૨૧) ( રહે.ડુંગળી ફળીયા, વસંત બહાર હોટલની સામે, તા.વાપી જી.વલસાડ મૂળ યુપી )તથા સગીર વયના કિશોરને પકડી પડ્યા હતા. પોલીસે તેઓના કબજા માંથી કુલ્લે ૭ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ્લે કિ.રૂ .૫૧,૦૦૦/-રૂપિયા તથા એક પલ્સર મો.સા. નંબર GJ15DJ3536 જેની કિ.રૂ .૫૦,૦૦૦ ગણી મળી કુલ્લે કિ.રૂ. ૯૧,૦૦૦-નો મુદામાલ તપાસ અર્થે કબજે કરેલ છે.

(6:44 pm IST)