Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નર્મદા જિલ્લામાં બુધવારે ૧૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા: જિલ્લાનો કુલ આંક ૧૦૮૭ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં બુધવારે નવા ૧૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.   આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા રોહિતવાસ માં-૦૧, નાંદોદ ના ઓરી માં-૦૧, કરાઠા-૦૧, પોઇચા-૦૧,જીતનગર-૦૧,ગરુડેશ્વર સી.એચ.સી.સ્ટાફ ક્વાર્ટર માં-૦૨, તિલકવાડા તાલુકાના અલ્વા ગામમાં- ૦૧ તિલકવાડા માં-૦૧, સાગબારામાં -૦૨, ભોરામબલી-૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૧૯ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૩૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લા માં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૮૭ પર પહોચ્યો છે.આજે વધુ ૬૬૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:54 pm IST)