Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોમ્બરથી શરુ કરવામાં આવશે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરોના મહામારીના કારણે 21 માર્ચથી બંધ હતું.અને જે લોકોએ બુકીંગ કરાવ્યું હતું તે પ્રવાસીઓને પૈસા રિફંડ કરી દેવામાં આવ્યા હતા 7 મહિનાથી બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી 17 ઓક્ટોબર થી ફરી પ્રવાસીઓ માટે શરુ કરવામાં આવનાર છે.સ્ટેચ્યુ ખાતે કોવિડ  19 ના નિયમોનું પ્રવાસીઓને પાલન કરાવવા માટે ત્યાં સાઈન બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે ખાસ કરીને પ્રવાસીઓને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટે ત્યાં માર્કિંગ પણ કરવામાં આવ્યું છે જેથી આવનાર પ્રવાસીને એ જ સ્ટેપ ઈન પર ઉભા રહેવાનું રેહશે

   સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ એ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરવાવની રહેશે અહીં આવ્યા બાદ ટિકિટ મળશે નહીં માટે ઓનલાઇન ટિકિટ બુક કારવીને જ આવાનું રહેશેઓનલાઇન ટિકિટ બુક નહીં કરાવે તે પ્રવાસીઓને એન્ટ્રી પણ મળશે નહીં અહીં આવ્યા બાદ પ્રવાસીઓને જે બસ માં સ્ટેચ્યુ સુધી લઈ જવામાં આવે છે તે બસમાં પણ સોશીયલ ડિસટન્સનું પાલન કરવામાં માટે 36 સીટ ની કેપેસીટી વાળી બસમાં માત્ર 18 લોકોને જ મુસાફરી કરાવવામાં આવશે અને ઝીગ ઝેગ સ્ટાઇલ માં બેસાડવામાં આવશે જેમાં એક સીટ છોડીને સ્ટીકર પણ લગાવવામાં આવ્યું છે જયારે સ્ટેચ્યુ ખાતે પ્રવાસીઓ માટે બેસવા માટે બનાવેલ બાંકડા પાર પણ 2 જ વ્યક્તિ બેસી શકશે જ્યાં લેસર શો જોવા પ્રવાસીઓ બેસે છે ત્યાં પણ સોસીયલ ડિસ્ટન્સના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી શરુ થશે એ પહેલાં પ્રવાસીઓ માટે ખાસ કોવિડ 19 ની તમામ ગાઈડલાઈન ના પાલન માટે ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે 31 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી મોદી સાબરમતી રિવરફ્રન્ટ થી સી પ્લેન દ્વારા કેવડિયા આવનાર છે

સી પ્લેન માટે દિશા સૂચક બોયા માર્કિંગ પણ તળાવ નમ્બર 3 માં  મૂકી દેવામાં આવ્યા છે.200 થી 250 મીટર ના અંતરે બોયા માર્કિંગ મુકવામાં આવ્યા છે જેનથી સી પ્લેન ના ઉડાન અને ઉતરણ માટે પાયલટ ને મદદ મળશે.

(10:08 pm IST)