Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એક્ટિવા પર થેલામાં બીયરના 42 ટીન સાથે યુવકને ધનસુરા પોલીસે ઝડપ્યો

ડાગામ નજીક આવેલા બોરવાઈ ગામ પાસેથી એક્ટિવામાં એક યુવકને ઝડપી લીધો

 

મોડાસા : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બિયર ટીનના ભાવના ભાવ ત્રણ થી ચાર ગણા ઉપજતા હોવાથી બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ મોટા પ્રમાણમાં કરી રૂપિયામાં આળોટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં સહેલાઇથી રૂપિયા કમાઈ લેવા અનેક યુવકો નાના-મોટા બુટલેગર બની બેઠ્યાં છે. ધનસુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વડાગામના બોરવાઈ નજીકથી એક્ટિવા પર થેલામાં બીયરના 42 ટીન ભરી પસાર થતા મોડાસા તાલુકાના સાકરીયા ગામના વિક્કી છબીલદાસ જયસ્વાલ નામના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ધનસુરા પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે પ્રોહિબિશનની કામગીરી માટે શખ્ત કાર્યવાહી હાથધરી છે. પીએસઆઈ રાઠોડને વડાગામ નજીક આવેલા બોરવાઈ ગામ પાસેથી એક્ટિવામાં એક યુવક વિદેશી દારૂ ભરી પસાર થવાનો હોવાની બાતમી મળતા બોરવાઈ ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત એક્ટિવા પસાર થતા અટકાવી તલાસી લેતા થેલામાં બિયર ટીન નંગ42 કીં.રૂ.4200 નો જથ્થો મળી આવતા એક્ટિવા ચાલક વિક્કી છબીલદાસ જયસ્વાલ ને ઝડપી લઈ એક્ટિવા,મોબાઈલ,રોકડ રકમ અને બીયરટીન મળી કુલ રૂ.34760નો મુદામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(11:37 pm IST)