Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ખેડૂતોના પાકવીમાના CCE ડેટા અંગે રાજ્ય સરકારે કેન્દ્રના પરિપત્રનો હવાલો આપી કહ્યું --માહિતી આપી શકીએ નહીં

હાઈકોર્ટમાં ખેડૂતોના પાક વીમાના CCE ડેટા અંગે રજુ કરવા નિર્દેશ કરતા રાજ્ય સરકારે કહ્યું કેન્દ્ર સરકારના પરિપત્રમાં કોઈપણ પ્રકારના ડેટા જાહેર કરવાનો ઉલ્લેખ નથી

 

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજદારે જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણીમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે, અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનની માહિતી ભેગી કરવામાં આવે છે તેને CCE ડેટા કહેવામાં આવે છે. જે ડેટાને જાહેર કરવામાં આવે તેવી માગ અરજદાર દ્વારા કરવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટે સરકારી વકીલને મુદ્દે સમગ્ર CCE ડેટાની માહિતી કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેેશ કર્યો હતો. નિર્દેશના જવાબમાં સરકારે કેન્દ્ર સરકારના પરિપત્રનો હવાલો આપી પ્રકારની માહિતી આપી શકીએ નહી તેવો જવાબ રજૂ કર્યો હતો.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબ અંગે એવી ચર્ચાઓ થઈ રહી છે કે સરકાર પાક વીમા અંગે CCE ડેટા નહીં આપી અને કેન્દ્ર સરકારના પરિપત્રનો હવાલો આપીને વીમા કંપનીઓને બચાવવાનું કામ કરી રહી છે.

(12:56 am IST)