Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ટેટના વિદ્યાર્થીઓની પરીક્ષાની વેલીડીટી નવી શિક્ષણ નીતી નક્કી ન થાય ત્યાં સુધી વધારાઇ : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી.

રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પરિણામે ૩૩૦૦ જેટલા યુવાઓને રોજગારી મળશે

અમદાવાદ :શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કારકીર્દિ ઘડી શકે તે માટે રાજ્ય સરકારે ટેટના વિદ્યાર્થીઓની પરીક્ષાની વેલીડીટી નવી શિક્ષણ નીતી નક્કી ન થાય ત્યાં સુધી વધારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ૩૩૦૦ જેટલા યુવાનોને રોજગારી મળશે.

શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત અલગ અલગ જે નવા ફેરફારો થવાના છે એ પૈકીની એક છે શિૅક્ષકોની ભરતીમાં સુધાર લાવવો. એમાં ટેટ પદ્ધતિમાં અમૂલ પરિવર્તન કરીને અત્યારે જે મલ્ટીપલ ચોઇસ પ્રશ્નનું એક માત્ર જે પેપર છે એના બદલે એમાં ત્રિસ્તરીય પરીક્ષા પદ્ધતિ અમલી છે. જેમાં પહેલા એલ્મીનેશન રાઉન્ડ હોય પછી સબ્જેક્ટીવ એક્ઝામ હોય, ક્લાસરૂમ ડેમોની આ ત્રિસ્તરીય પદ્ધતિ માટેની નવી શિક્ષણ નીતિની જે ભલામણો છે એની  અમલવારી ટૂંક સમયમાં ગુજરાતમાં પણ થશે અને એ અમલવારી ન થાય ત્યાં સુધી આ એક્સેસ્પશન કરવામાં આવ્યુ છે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.

(9:21 pm IST)