Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

શહેરા તાલુકાના TDO ઝરીના અન્સારી 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી.: પ્રથમ હપ્તો સ્વીકારતા એસીબીના છટકામાં સપડાયા

પંચમહાલ જિલ્લામાં વધુ એક લાંચિયા અધિકારી ACBના છટકામાં ફસાયા છે.જિલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ACBના છટકામાં ફસાયા છે. તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા ,અને ACBમાં ફરિયાદ કરી હતી.ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું અને લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

 

(11:59 pm IST)