Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મુન્દ્રા ૨૧૦૦૦ કરોડનો ડ્રગ્સ કેસ હવે અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર

ભુજ અને દિલ્હીની જેલમાં રહેલા આરોપીઓ અમદાવાદ ખસેડાશેઃ દેશભરમાં ૧૮ જેટલી જગ્યાએ NIA ના દરોડા સાથે આતંકવાદી ફંડિંગની તપાસ

(ભુજ) મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડનો ડ્રગ્સ કેસ હવે અમદાવાદ ફત્ખ્ કોર્ટમાં ચાલશે. ડીઆરઆઈ એ ગત મહિને ઝડપેલ આ કેસ સંદર્ભે કચ્છમાં ખાસ નિમાયેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કેસ ૧૨ ઓકટોબરે અમદાવાદ ફત્ખ્ કોર્ટમાં ટ્રાન્સફર થવાની વાતને સમર્થન આપ્યું છે. હાલે આ સમગ્ર કેસની તપાસ ફત્ખ્ કરતી હોવાથી કેસ ભુજ થી અમદાવાદ ટ્રાન્સફર કરાયો હોવાનું અને ભુજની જેલમાં બંધ આરોપીઓ સુધાકર, વૈશાલી અને રાજકુમાર પી. ને પણ અમદાવાદ જેલમાં ખસેડાશે એવું ડીજીપી શ્રી ગોસ્વામીએ શ્ન*ઙ્ગક્રાૃક્નલૃ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.ઙ્ગ

દરમ્યાન દેશભરના વિવિધ સમાચાર માધ્યમોમાં પણ મુન્દ્રા ડ્રગ્સ કેસ છેલ્લા એક મહિનાથી સતત ચર્ચામાં છે. તો, સમગ્ર વિશ્વમાં એક સાથે આટલી મોટી વિક્રમી માત્રામાં ડ્રગ્સ ઝડપાયા બાદ દેશની વિવિધ રાજકીય પાર્ટીઓએ પણ સરકાર તપાસ અંગે સરકાર ઉપર નિશાન સાધી રાજકીય માહોલ ગરમ બનાવ્યો છે. અ.ધ..ધ.. જથ્થામાં ડ્રગ્સ ઝડપાયા બાદ મુન્દ્રા અદાણી પોર્ટ પણ અગાઉ ઈરાન,ઙ્ગ અફદ્યાનિસ્તાનથી આવેલ કન્ટેનરો મુદ્દે ચર્ચામાં રહ્યું છે. જોકે, ત્રણ દિવસ પહેલાં જ અદાણી ગ્રુપ દ્વારા તેમના મુન્દ્રા સહિત દેશભરમાં ચાલતા ૧૩ જેટલા પોર્ટ ઉપર અફદ્યાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી આવનાર કાર્ગો ઉપર નો એન્ટ્રી માટે જાહેરાત કરી છે. ડીઆરઆઈની તપાસ બાદ આમાં અફદ્યાની, ઉઝબેકિસ્તાન અને ભારતીય નાગરિકોની સાંઠગાંઠ ઝડપાઈ છે. કચ્છ, અમદાવાદથી કાશ્મીર અને દિલ્હી, પંજાબ, સિમલા, મુંબઈ અને ચેન્નાઇ, વિજયવાડા સુધી વિસ્તરેલી ડ્રગ્સ માફિયાઓની જાળ સાથે ટેરર ફંડિંગની આતંકવાદી જાળ પણ હોવાનું જણાતા દેશદ્રોહી તત્વોની જાળ ભેદવા માટે આ કેસની તપાસ નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી ફત્ખ્ ને તપાસ સોંપાઈ છે. ફત્ખ્ દ્વારા કચ્છના મુન્દ્રા સહિત દેશભરમાં ૧૮ જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબ પછી હવે ગુજરાતને ડ્રગ્સનું લેન્ડિંગ પોઈન્ટ બનાવવા છેલ્લા દ્યણા સમયથી દરિયાઈ રસ્તે પ્રયાસ કરાઈ રહ્યો છે. દેશદ્રોહી તત્વો સામે દેશની તમામ સુરક્ષા એજન્સીઓએ એક બની આવા ગદ્દારોના નેટવર્કનો ભંડાફોડ કરી જેલમાં ધકેલી આકરી સજા કરી કેડ ભાંગી નાખવાની જરૂર છે.

(10:20 am IST)