Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ખાનગી શાળામાં દર વર્ષે ફી વધારો થાય છે ત્યારે

૯ વર્ષ બાદ RTEની પ્રવેશમાં ૩૦ ટકાનો ફી વધારો : હવે ૧૦ને બદલે ૧૩ હજાર ફી ચુકવાશે

ફી વધારો મામુલી : દર વર્ષ ૧૦% ફી વધવી જોઇએ : શાળા સંચાલક મહામંડળ રજૂઆત કરશે

ગાંધીનગર તા. ૧૪ : રાઈટ ટુ એજયુકેશન (RTE) એકટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા ૯ વર્ષે વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્ત્।મ રૂ. ૧૦ હજાર ફી શાળાઓને ચુકવવામાં આવતી હતી. જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્ત્।મ રૂ. ૧૩ હજાર ચુકવવામાં આવશે. આમ, ૨૦૧૨ પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ખુબ જ મામુલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. RTEનો અમલ રાજયમાં ૨૦૧૨થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચુકવવામાં આવતી હોય છે. ૨૦૧૨માં રાજયમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યાર બાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્ત્।મ રૂ. ૧૦ હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. ૧૦ હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચુકવવામાં આવશે. પરંતુ જો સ્કૂલની ફી રૂ. ૧૦ હજાર કરતા વધુ હોય તો મહત્ત્।મ રૂ. ૧૦ હજાર જ ફી ચુકવવામાં આવતી હતી.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે, ૨૦૧૨ RTE હેઠળ એક શાળાને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. ૧૦ હજાર ફી મળતી હતી. ૯ વર્ષ બાદ ૨૦૨૧માં રૂ. ૧૦ હજારથી ફી વધારી રૂ. ૧૩ હજાર કરી છે, તે સામાન્ય રીતે ખુબ જ ઓછી છે. દરવર્ષે સ્કૂલમાં ૧૦ ટકા ફી વધારો ગણીએ તો પણ તે રકમ ૯ વર્ષમાં ખુબ જ વધી જાય તેમ છે. તેવા સંજોગોમાં આ મામુલી વધારો છે. જેથી શાળા સંચાલક મંડળ સરકારમાં રજૂઆત કરશે.

 

(12:04 pm IST)