Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ખાદ્યતેલોમાં મંદીઃ પામોલીન ૩૦, કપાસીયા તેલમાં ર૦ તથા સીંગતેલમાં વધુ ૧૦ રૂ. ઘટયા

બે દિવસમાં પામોલીનમાં ૧૦૦ રૂ., કપાસીયા અને સીંગતેલમાં ૬૦ રૂપીયા નિકળી ગયા

રાજકોટ, તા., ૧૪: કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડયુટી ઘટાડતા છેલ્લા બે દિ'થી ખાદ્યતેલોના ભાવો તૂટી રહયા છે. આજે પામોલીનમાં ૩૦, કપાસીયામાં ર૦ અને સીંગતેલમાં વધુ ૧૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો.

ઇમ્પોર્ટ ડયુટી ઘટતા  સ્થાનીક બજારમાં સતત બીજા દિવસે ખાદ્યતેલોના ભાવોમાં ઘટાડો થયો હતો. પામોલીનમાં આજે વધુ ૩૦ રૂ.નો કડાકો થયો હતો. પામોલીન તેલ  લુઝના ભાવ ઘટીને આજે બપોરે ૧૧૭૦ રૂ. થયા હતા. તેમજ કપાસીયા તેલમાં ર૦ રૂ. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૩પ રૂ. હતા તે ઘટીને ૧૩રપ રૂ. થયા હતા અને કપાસીયા ટીનના ભાવ ર૩ર૦ થી ર૩પપ રૂ. હતા તે ઘટીને ર૩૦૦ થી ર૩૩પ રૂ. થયા હતા. તથા  સીંગતેલમાં પણ વધુ ૧૦ રૂ.નો  ઘટાડો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૪૩પ રૂ. હતા તે ઘટીને ૧૪રપ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૪૬પ થી ર૪૯પ રૂ. હતા તે ઘટીને ર૪પપ થી ર૪૮પ રૂ. થયા હતા.

છેલ્લા બે દિવસમાં પામોલીન તેલમાં ૧૦૦ રૂ. કપાસીયા તેલમાં ૬૦ રૂ. અને સીંગતેલમાં ૬૦ રૂ.નો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે.

(3:49 pm IST)