Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ચાલને એક દિવસ ફરી આવીએ, તમને એટલા ખુશ રાખુ તો તમે મને ખુશ નહીં રાખોઃ વલસાડના ધરમપુર તાલુકાના હોમગાર્ડ કમાન્‍ડરે સાથી કર્મચારી પાસે અશ્‍લીલ માંગણી કરતા સસ્‍પેન્‍ડ

સોશ્‍યલ મીડિયામાં ઓડિયો વાયરલઃ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરજ બજાવતી મહિલા જવાનોને કનડગત કરીને બિભસ્ત માંગણી કરતા હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોંધાઇ હતી. મહિલા હોમગાર્ડ જવાને કમાન્ડર સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આ ઓડિયો ક્લિપ FIR સાથે આપતાં વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. તાત્કાલિક અસરે વલસાડ SP એ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. કોમગાર્ડ કમાન્ડરને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરી દેતા વલસાડ હોમગાર્ડ જવાનોને રાહત મળી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના હોમગાર્ડ કમાન્ડર સાજન ભાઈલુનભાઈ ગાવિત દ્વારા મહિલા હોમગાર્ડ જવાનોને નોકરીએ કનડગત કરવામાં આવતી હતી. હોમગાર્ડ કમાન્ડન મહિલા જવાનો પાસે બિભસ્ત માંગણી કરતો હતો. હોમગાર્ડની મહિલા જવાનોએ અંદર અંદર વાત કરતા મોટાભાગની તમામ મહિલા જવાનો પાસે બિભસ્ત માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે એક મહિલા જવાને ધરમપુર પોલીસ મથકે હોમગાર્ડના કમાન્ડર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હોમગાર્ડની મહિલા જવાને નિર્ભય બનીને FIR નોંધાવતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાને થતા SPએ તાત્કાલિક કમાન્ડરની ધરપકડ કરી ખાતાકીય તપાસના આદેશ કર્યા છે. અને હોમગાર્ડ કમાન્ડરને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આરોપી સાજન ભાઈલુનભાઈ ગાવિતની ધરમપુર પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઓડિયો ક્લિપના હોમગાર્ડ અધિકારીની અશ્લીલ વાત

અધિકારી: ક્યાં છે ઘરે છે કે

મહિલા હોમગાર્ડ: ઘરે જ

અધિકારી: એવું

મહિલા હોમગાર્ડ: હા

અધિકારી: કોણ છે નજીકમાં

મહિલા હોમગાર્ડ: કોણ મળે નહીં

અધિકારી: હે

મહિલા હોમગાર્ડ: કોણ મળે નહીં, આ પાછળથી આવી

અધિકારી: તમને કહેલું, ચાલને એક દિવસ ફરી આવીએ, એક બે કલાક ફરીને આવતા રહીએ, તમને એટલા ખુશ રાખું તો તમે મને ખુશ નહીં રાખો, જઈને આવતા રહીએ ત્યાં ખાલી એક બે કલાક

મહિલા હોમગાર્ડ: સર ફ્રેન્ડ તરીકે જ રાખવાનું, કોઈ પણ કહે પછી

અધિકારી: હે

મહિલા હોમગાર્ડ: કોઇ પણ કહે પછી એમ

અધિકારી: હે

મહિલા હોમગાર્ડ:કોઇ પણ કહે પછી એમ

અધિકારી: અરે કોઈ કહે તેનું તું ટેન્શન લા લે, કોઈને ખબર નહીં પડે, આપણે પડવા જ નહીં દઈએ. સાંભળો, પડવા પણ ના દઈએ, કોઈને ખબર ના પડે અને પડવા પણ ના દઈએ તું ટેન્શન શેનું લે છે, આપણે નોકરી પર રહીને થોડું જવાનું છે. સાંભળ, કોઈને ખબર નહીં પડે અને પડવા પણ નહીં દઉં તું ટેન્શન ના લેને.તમને એટલો મસ્ત પ્રેમથી મજામા રાખું તો તમે મને મજામા રાખોને, આપણે ક્યાં દરરોજ જવાનું છે, મહિને કે બે મહિને એકાદવાર જઈ આવવાનું બસ. ખાલી ઈચ્છા પુરી કરીને આવી જવાનું, મન સંતોષ કરીને આવી જવાનું બસ. તે પણ એકાદ કલાક, વધારે આખો દિવસ નહીં અને ચાર-પાંચ કલાક પણ નહીં. તો ખુશ રાખને શું ટેન્શન લીધે રાખે છે

(5:18 pm IST)