Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પાલનપુર નજીક ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગ ખડકાતા ઠેર ઠેર ગંદકી જામી

પાલનપુર: પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગ ખડકાયા છે અને માલણ  જવાના મુખ્ય માર્ગ પર કચરો ઠાલવવામાં આવતા માલણ સહિતના અનેક ગામોને જોડતો માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોઈ આ ગંદકી દૂર કરવા નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે.

પાલનપુરના માલણ દરવાજા બહાર આવેલ  ડમ્પિંગ ગ્રાઉન્ડમાં શહેરનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જેના કારણે ડમ્પીંગ સાઈડ પર કચરો પહાડોમાં પરિવતત થયો છે. અહીં ડોર ટુ ડોરનો કચરો ઉપરા ઉપરી નાખવામાં આવતા માલણ જ્યા માર્ગ પર કચરાના ઢગ ખડકાવાથી આ માર્ગ બંધ થવાની સાથે હવામાં કચરો ઉડતા આસપાસના રહેણાંક મકાનો અને ખેતરોમાં ગંદકી અને પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. જેને કારણે રોગચાળા ફેલાવવાની સ્થાનિકોમાં દહેશત સેવાઈ રહી છે. ગંદકીને લઈ મેલેરીયાચિકનગુનિયાડેન્ગ્યુ જેવો રોગચાળો ફેલાય તે પહેલા પાલીકા દ્વારા ડમ્પિંગ સાઈડની નર્કાગાર સ્થિતિ સુધારે તે માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખને  લેખિત રજુઆત કરવામાં આવી છે.

(5:57 pm IST)