Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સુરતના અમરોલી વિસ્તારમાં લિફ્ટમાં જઈ રહેલ તરૂણીની એકલતાનો લાભ લઇ દિવ્યાંગ યુવાને શારીરિક અડપલાં કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: અમરોલી વિસ્તારમાં લીફ્ટમાં જઇ રહેલી તરૂણીની એકલતાનો ગેરલાભ લઇ એપાર્ટમેન્ટમાં જ રહેતા દિવ્યાંગ યુવાને શારિરીક અડપલા કરી કીસ કરવાનો પ્રયાસ કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે તરૂણી સાથે અશ્લીલ હરકત કરનાર દિવ્યાંગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારનો દિવ્યાંગ પુત્ર પ્રથમ અતુલ ડોડીયા (ઉ.વ. 18) ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં પાંચમાં માળેથી લીફ્ટમાં નીચે આવી રહ્યો હતો. તે દરમિયાન એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરૂણી પણ લીફ્ટમાં હતી અને તેની એકલતાનો લાભ લઇ પ્રથમે અશ્લીલ હરકત કરી હતી.

પ્રથમે તરૂણી સાથે શારિરીક અડપલા કરી કીસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તરૂણીએ પ્રતિકાર કરી તુરંત જ તેના માતા-પિતાને જાણ કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે પ્રથમ વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ જન્મજાત દિવ્યાંગ નથી પરંતુ તે નાનો હતો ત્યારે પડી જતા માથામાં ઇજા થઇ હતી અને ત્યાર બાદ તેના શરીરના કેટલા અંગ કામ કરતા બંધ થઇ ગયા હતા. જેથી તેણે ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ હાલમાં ઘરે જ રહે છે.

(6:02 pm IST)