Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

સુરત:જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી ધમકી આપવાના કેસમાં આરોપીના બે દિવસના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા

સુરત:જમીન પર ગેરકાયદે કબ્જો  જમાવી  ધમકી આપવાના કેસમાં  આરોપીના બે દિવસના  રિમાન્ડ  અદાલતે  મંજુર  કર્યા  આણંદ તાલુકા-જિલ્લાના બાકરોલના પાટણા ગામની જમીન પર ગેરકાયદે કબજો કરી પચાવી પાડી ધાકધમકી આપવાના કેસમાં સંડોવાયેલા આરોપીની માંડવી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ભંગ બદલ ધરપકડ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

માંડવી તાલુકાના કેવડીયા સરકારી શાળા પાછળ રહેતા ફરિયાદી રેખાબેન હિતેશ પટેલે પોતાની માલિકીની આણંદ- બાકરોલ સ્થિત પાટણા ગામના રેવન્યુ સર્વે નં.132 બ્લોક નં. 125વાળી ખેતીની જમીન ગેરકાયદે પચાવી પાડી ફરિયાદીના પતિ તથા સાક્ષી દિલાવર ખાનને ધાકધમકી આપવા અંગે આરોપી જયેશ ઝીણાભાઈ પટેલ (રે.કેવડીયાતા.માંડવી) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરત કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આરોપી સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધવા નિર્દેેશ અપાયો હતો. માંડવી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સુનાવણીમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી છેલ્લાં 20 વર્ષથી ફરિયાદીની માલીકીની ખેતીની જમીન ગેરકાયદેસર કબજો જમાવી ખેતી કરતા આવ્યા છે. જેની પાછળ કોનું પીઠબળ છે,સહ આરોપી કોણ છે તથા આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસવાની જરૃર છે. આરોપીએ ફરિયાદીની જમીન ખોટા પુરાવાના આધારે કઈ દસ્તાવેજ બનાવ્યા છે કે કેમ અન્ય ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ કરવાની છે.

(6:03 pm IST)