Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેંક કર્મચારીએ ઓક્સિજનની બોટલથી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા : શહેરનાગોત્રી વિસ્તારમાં કૃષ્ણદીપ ટેનામેન્ટમાં ભાડેથી રહેતા મૂળ હરિયાણાના બેંક કર્મચારીએ ઓક્સિજનની બોટલથી જાતે જ ઓક્સિજનનો માસ્ક મોંઢા પર લગાવી આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગેની વિગત એવી છે કે હરિયાણાના પાડવાના ગામના મૂળ વતની આશિષ અનિલકુમાર નંધવાન (ઉ.વ.૨૪) ગોત્રી વિસ્તારમાં મહાવીર ટેનામેન્ટ પાસેના કૃષ્ણદીપ ટેનામેન્ટમાં મકાન ભાડે રાખી રહેતો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો આશિષ છેલ્લા એક મહિનાથી મકરપુરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે ટ્રેનિંગમાં હતો. છેલ્લા ત્રણ દિવસથી તે ટ્રેનિંગમાં જતો નહી હોવાથી તેના સાથી કર્મચારીએ મકાનના માલિકને ફોન કરી તપાસ કરવા જણાવ્યું  હતું.

મકાન માલિક જ્યારે કૃષ્ણદીપ ટેનામેન્ટ ખાતે ભાડે આપેલા પોતાના મકાન પર પહોચ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને દુર્ગધ આવતી હતી જેથી સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઇ હતી. ઘરનો દરવાજો તોડીને તપાસ કરતા બેડરૃમમાં બેડ ઉપર આશિષ મૃત હાલતમાં મળ્યો હતો. તેની નજીક ઓક્સિજનની બોટલ હતી અને ઓક્સિજન લેવાનું માસ્ક મોંઢા પર લગાડેલું જણાયું  હતું. તેની બોડી પણ ફૂલી ગઇ હતી. પોલીસે રૃમમાં તપાસ કરતા એક અંતિમચિઠ્ઠી મળી હતી જેમાં હું મારી જાતે જ સ્યૂસાઇડ કરું છું આ માટે કોઇ જવાબદાર નથી તેવી બે લાઇનનો ઉલ્લેખ હતો.

(6:05 pm IST)