Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

માત્ર ૫ દિવસના વરસાદમાં ઉભો પાક જમીનદોસ્ત થયો

સામી દિવાળીએ વલસાડના ખેડૂતોને કુદરતે રડાવ્યા : વલસાડ તાલુકામાં ૧૫ હજાર હેકટરમાં થતા ડાંગરના પાક ને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકશાન

વલસાડ, તા.૧૪ : રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે. કાંપણી આરે આવેલો ડાંગરનો પાક, શેરડી અને તૈયાર થયેલા વેલાના શાકભાજીના મંડપમાં ભારે નુકસાન વેઠવાનો વાળો ખેડૂતોને આવ્યો છે. ૧૫ હજાર હેકટરથી વધુ વિસ્તારમાં થતા ડાંગરના પાકમાં ખેડૂતોને એક ખેતરમાં ૫૦ થી ૬૦ ટકા નુકશાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે સરવે કરી ખેડૂતોને સહાય ચૂકવે.

વલસાડ તાલુકામાં છેલ્લા ૫-૬ દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લીધે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને શાકભાજીના પાકોને ભારે નુકશાની થઈ છે. વલસાડ તાલુકામાં અંદાજે ૧૫૦૦૦ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે પવનને લીધે ડાંગરનો તૈયાર થયેલો પાક કાપણી પહેલા નમી ગયો છે. જેથી ખેડૂતોને સામી દિવાળીએ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ૫ દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ડાંગર, શેરડી અને વેલાવાળા લીલા શાકભાજીના પાકને ભારે નુકશાની પહોંચી હોવાની સામે આવ્યું છે.

વલસાડ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નભતા હોય છે. વલસાડ તાલુકા સહિત જિલ્લાના ૭૦% થી વધુ લોકો ખેતીને આજીવિકા તરીકે સ્વીકારી છે. અને ખેતીના કામો થતા ખેતી કરી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે.

છેલ્લા ૫-૬ દિવસથી વલસાડ તાલુકામાં ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને વેલાં વાળા શાકભાજીના પાકોમાં ભારે નુકશાની પહોંચી હતી. વલસાડ તાલુકામાં અંદાજે ૧૫૦૦૦ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને અંદાજે ૧૦૦૦૦ હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વેલા વાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં વલસાડ તાલુકામાં છેલ્લા ૫-૬ દિવસથી ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ડાંગર, શેરડી સહિત લીલા શાકભાજીના પાકની ભારે નુકશાની પહોંચી હતી. ખેતરોમાં ડાંગર કાપણી માટે તૈયાર થઈ ગઈ હતી. દશેરા બાદ તાલુકામાં ડાંગરની કપણીની હાથ ધરવાની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કોરોના મહામારીના સમયે સામી દિવાળીએ ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં થયેલી નુક્શાનીને જોતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે વલસાડ તાલુકા ના ખેડૂતોએ સરકાર તથા વહીવટી તંત્ર સર્વે કરી ખેડૂતો ને સહાય કરે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે.

(7:19 pm IST)