Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રાજયમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા 35 ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

(8:28 pm IST)