Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગાંધીનગરના રૂપાલમાં વરદાયી માતાજીની નીકળશે પલ્લી : ગામ બહારનાને પલ્લી યાત્રામાં પ્રવેશબંધી

કોરોનાને ધ્યાનમાં રાખીને પલ્લીમાં ધી ચડાવવાના રિવાજને બંધ રાખવાનું નક્કી કરાયું

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયી માતાજીની નવરાત્રીના નવમાં દિવસે પલ્લી નિકળતી હોય છે. અને આ વર્ષે પણ પરંપરા જાળવી રાખવા નિયમોને આધિન માતાજીની પલ્લી નિકળશે. આ વખતે પલ્લીમાં માત્ર ગામના લોકોને જ લાભ મળશે. બહારના લોકોને પલ્લી યાત્રામાં પ્રવેશ નહિ મળે. જો કે મંદિરમાં રાબેતા મુજબ દર્શન થશે. તો આવતી કાલે રાત્રે 12 વાગ્યે ખાસ રથમાં નિયમોને આધીન પલ્લી નીકળશે.

જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યે રથને વરદાયની મંદિર લાવવામાં આવશે. ગામના 27 ચકલામાં પલ્લી ફરશે. અને શનિવારે સવારે 6 વાગ્યે પલ્લીની પુર્ણાહુતી થશે. તેમજ કોરોનાને ધ્યાનમાં રાખીને પલ્લીમાં ધી ચડાવવાના રિવાજને બંધ રાખવાનું આ વર્ષે નક્કી કર્યું છે.

જણાવી દઈએ કે ખાસ નિયમોને આધીન આ પલ્લીમાં રાત્રે પોલીસ પણ સુરક્ષામાં રહેશે. તેમજ ગામના આગેવાનોના સાથ સહકાર સાથે નિયમોને આધીન સારી રીતે પલ્લીનો પર્વ પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે

(8:43 pm IST)