Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નારોલના કેમિકલ ગોડાનામાં આગ બાદ 46 યુનિટો સીલ : 3850 ચો. ફૂટ જેટલું બિન અધિકુત બાંધકામ દૂર કર્યા

થી નવેમ્બરના રોજ આગ / અકસ્માતના બનાવ સંદર્ભે સરકાર દ્વારા રચાયેલી બે સભ્યોની

અમદાવાદ :નારોલ વિસ્તારમાં કેમીકલ ગોડાઉનમાં 4થી નવેમ્બરના રોજ આગ / અકસ્માતના બનાવ સંદર્ભે સરકાર દ્વારા રચાયેલી બે સભ્યોની કમિટી સમક્ષ અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમારે પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. રાજયના શહેરી વિકાસ અને શહેરી ગુહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા તરફથી રાજયના તમામ મ્યુનિ. કમિશનર તથા પોલીસ કમિશનરોને 13મી સુધીમાં તેમના વિસ્તારમાં કેમીકલ ફેકટરીઓ અંગે સર્વેથી માંડીને અન્ય બાબતોની ચકાસણી કરીને અહેવાલ આપવા તાકીદ કરી હતી

      અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિ. કમિશનર મુકેશકુમારે સુપ્રત કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, કોર્પોરેશનના એસ્ટેટ અને નગરવિકાસ ખાતું, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા ફાયર બ્રિગ્રેડ વિભાગ દ્રારા જોખમી રસાયણોનો સંગ્રહ કરવામાં આવતો હોય તેવા સ્થળોની સઘન ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન જે યુનિટોમાં આવી પ્રવુતિ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા વિવિધ સરકારી વિભાગો મારફતે મેળવવાની થતી જરૂરી પરવાનગી/ લાયસન્સ/ એન.ઓ.સી. મેળવી નહીં હોવાનું માલૂમ પડયું છે તેવા યુનિટોનો ઉપયોગ બંધ કરાવવા સારું સીલ કરવામાં આવી છે. જેમાં આશરે 4050 ચો.મી.ના છ યુનિટો તથા સાત યુનિટોના ક્ષેત્રફળ આશરે 1550 ચો.મી. તથા 11 યુનિટોનું ક્ષેત્રફળ આશરે 19,350 ચો.મી. ઉપરાંત 24 યુનિટનું ક્ષેત્રફળ આશરે 81,720 ચો.મી. મળીને કુલ 1,06,670 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતાં 46 યુનિટો સીલ કરવામાં આવ્યા છે

    વધુમાં જણાવ્યું છે કે, આ ઉપરાંત દક્ષિણ ઝોન વિસ્તારમાં 9/11/20ના રોજ આશરે 2500 ચો. ફૂટ તથા 11/11/20ના રોજ 1350 ચો. ફૂટ જેટલું બિન અધિકુત ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારનું બાંધકામ મળી કુલ 3850 ચો. ફૂટ જેટલું બિન અધિકુત બાંધકામ દૂર કર્યું છે. જયારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા કેમીકલના યુનિટોની ચકાસણી કરીને જરૂરી હેલ્થ લાયસન્સ વગર ધંધાકીય પ્રવુતિ ચાલુ હોય તેવા 18 જેટલાં યુનિટોને નોટીસ આપવામાં આવી છે. અને ફાયર વિભાગ દ્રારા બે ગોડાઉન તથા 10 ફેકટરીમાં જરૂરી સર્વેક્ષણ હાથ ધરીને આવા યુનિટોને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે.

(11:13 pm IST)