Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરાના હરણી વિસ્તારના દેવાશિષ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કીટ થતા આગ ભભૂકી : 16 જેટલા વાહનો બળીને ખાખ

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી: તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા

વડોદરા : શહેરના  હરણી વિસ્તારના દેવાશિષ એપાર્ટમેન્ટમાં શોર્ટ સક્રિટ થતા આગ લાગતા પાર્કિગમાં પડેલા 16 જેટલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 25થી વધુ લોકોને રેસક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા

   આ અંગે મળતી વિગત મુજબ વડોદરાના હરણી વિસ્તારમાં દેવાશિષ એપાર્ટમેન્ટમાં સાંજના સમયે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પાર્કિગમાં પડેલા 16 જેટલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતા જ પાણી ગેટ વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરબ્રિગેડે આ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

(11:56 pm IST)