Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજપીપળા બગીચામાં ફટાકડા સ્ટોલ ખુલ્લા મુકાયા બાદ ફાયર ફાઈટર જેવી સુવિધા ન મુકાતા વેપારીઓ ચિંતિત

નગરપાલિકા હરાજીમાં લાખો રૂપિયા લઈ દુકાનો ફાળવે છે પરંતુ ફટાકડા જેવી બાબતે ફાયર જેવી સુવિધા ન મળતા ક્યારેક જોખમ ઉભું થાય તો જવાબદાર કોણ..? :આ સુવિધા ઉપલબ્ધ કરાય છે પણ ચાલુ વર્ષે આ બાબતે કોઈ દરકાર નથી લેવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા મુખ્ય બગીચામાં દર વર્ષે ફટાકડાના સ્ટોલ માટેની હરાજી થયા બાદ લાખો રૃપિયાની હરાજીની આવક બાદ વેપારીઓને આ સ્ટોલની ફાળવણી કરાય છે સાથે ફાયર ફાઈટર સહિતની સુવિધા પણ તંત્ર દ્વારા પુરી પડાય છે પરંતુ આ વર્ષે 22 જેટલા સ્ટોલ હરાજી બાદ શરૂ થઈ ગયા છતાં આજદિન સુધી ફાયરની કોઈ સુવિધા અપાઈ નથી માટે જો અનાયાસે કોઈ દુર્ઘટના બને તો આ માટે જવાબદાર કોણ..?તેવી ચર્ચા હાલ વેપારીઓમાં ચાલી રહી છે.તંત્ર જ જો આવી બાબતને ગંભીરતાથી ન લેતું હોય તો અન્ય લોકો પાસે શુ અપેક્ષા રાખી શકાય.

(12:07 am IST)