Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજપીપળા ખાતે કોરોના ફાઈટર એવા 108 પાઈલોટ અને ઈમરજન્સી સ્ટાફે રંગોળી પુરી વાઘબારસ ઉજવી

12 વર્ષ થી 108 પાઈલોટની ફરજ નિભાવતા ઉસ્માન કુરેશી સૌથી ઓછાં સમયમા ક્વીક રીસ્પોન્સ આપવા બદલ ગુજરાત લેવલે સન્માનિત થઈ ચુક્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા 108ની ટીમ એ કોરોના ફાઈટર કોરોનાને ઈંજેક્શન આપી દુર ભગાડતી પ્રતિકાત્મક રંગોળી, રંગબેરંગી રંગો થી બનાવી બારસની ઉજવણી કરી હતી. લોકોના સ્વાસ્થ્ય અને ઈમરજન્સી સેવા માટે ખડે પગ સેવા બજાવતાં 108 ના સ્વાસ્થ્ય કર્મીઓ, પાઈલોટ ઉસ્માન કુરેશી, ઈ.એમ.ટી સરોજબેન રાવલ, અને ઈ.એમ.ટી અમરતભાઈ ઠાકોરે કોરોના વાયરસને મ્હાત આપતી રંગોળી પુરી પોતાની કલા પ્રદર્શન કરવાની શાથે શાથે બારસની ઉજવણી કરી હતી

  આખા ભારતવર્ષમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરશે ત્યારે પણ પોતાની ફરજ ઉપર હાજર રહી લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની સેવા બજાવતાં સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસ જવાનો પોતાના પરિવારથી દુર રહીને ખડેપગ સેવા બજાવતાં હોય છે. સામાન્ય જનમાનસ આવા લોકોની સેવા અને કામગીરીને બિરદાવવાને બદલે એ તેમની ફરજમા આવે છે એમ સમજે છે પણ પોતાને એમની જગ્યા એ મુકીને વિચારે ત્યારે એ કલ્પના એમના વિચારોમા પરિવર્તન લાવી શકે છે.
  છેલ્લા 12 વર્ષથી 108 ના પાઈલોટ તરીકે સેવા આપતાં એવા રાજપીપળાના ઉસ્માન કુરેશી શાથે વાત કરતાં જાણવા મળ્યુ કે તેઓને આખાં ગુજરાતમા સૌથી ઓછા સમયમાં ક્વીક ઈમરજન્સી રીસ્પોન્સ આપવા બદલ સન્માન મળી ચુક્યું છે. અને કોરોના સામેની લડત બદલ ગત 15 મી ઓગષ્ટે કલેકટર નર્મદા હસ્તે કોરોના વોરીયર તરીકેનુ સન્માન મેળવી ચુક્યાં છે, તેમનાં 12 વર્ષના અનુભવો વિશે પુછતાં વધુ મા તેમણે જણાવ્યું કુલ સંખ્યા યાદ નથી પરંતું હું હજારો ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી નજીકના હોસ્પીટલો ઉપર પહોંચાડી ચુક્યો છું. અને અકસ્માત સમયે સ્થળ ઉપર પહોંચી અકસ્માત પામેલ ઈજાગ્રસ્તોને મેડીકલ સારવાર જેમ બને તેમ ઝડપ થી મળે તેમા હું પ્રયત્ન શીલ રહું છું કારણ કે અકસ્માત પામેલા ઈજાગ્રસ્તો માટે એક એક ક્ષણ મહત્વની હોય છે.

(12:19 am IST)