Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજપીપળા શહેરમાં તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

તહેવારોમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે બાબતે રાજપીપળા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે દિવાળી તેમજ નવા વર્ષના તહેવારનો અનુલક્ષીને રાજપીપળા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આગામી દિવાળી તેમજ બેસતા વર્ષનો તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય અને લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી થાય તે હેતુસર આ ફ્લેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ફ્લેગ માર્ચમાં રાજપીપળા પો.સ્ટેના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા અને મુખ્ય માર્ગ ઉપર  ફ્લેગમાર્ચ યોજાઇ હતી.

(12:34 am IST)