Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વલસાડ રૂરલ પોલીસે વૃદ્ધો સાથે દિવાળી ઉજવી

દિવાળી પર ગરીબ બાળકોને અને નિરાધારો લોકોની પડખે વલસાડ જિલ્લા પોલીસ: માનવ સેવા કરતી જિલ્લા પોલીસ પર અભિનંદનનો ધોધ

( કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દિવાળીના તહેવાર દમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા મિઠાઇના બોક્સ અને ભેંટ સોગાદો આપવાના બદલે  પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબ બાળકો અને નિરાધારોને ખુશ કરવા વલસાડ ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ અધિકારીઓને અપિલ કરી હતી. જેના પગલે વલસાડ રૂરલ પોલીસે અટાર વૃદ્ધાશ્રમમાં વડીલોને શાલ ઓઢાડી તેમની સાથે અલ્પાહાર કરી ખુશ કરી દીધા હતા .

  રૂરલ પીએસઆઇ જી.વી. ગોહિલે આજરોજ અટાર વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી પોલીસે તેમનું સન્માન કરી શાલ આપી દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી.વલસાડ જિલ્લા પોલીસની આ કામગીરી પર લોકો ખુશ થયા હતા જ્યારે પીએસઆઈ જી.વી. ગોહિલે જિલ્લા પોલીસ વડાના શબ્દોને સર્વોપરી સમજી માનવતા દાખવતી ફરજ અદા કરી હતી અને જિલ્લા પોલીસ વડાની આ મુહિમ ને લોકોએ આવકાર આપ્યો હતો.

(12:44 am IST)