Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પત્નિની વોચ રાખવા પતિએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડતાં ઘર ભાંગ્યુ

લોકડાઉન સમયે શંકાશીલ પતિનું કૃત્યઃ કંટાળીને પતિને છોડીને કર્ણાટકથી આવેલી પત્નિએ ગુજ.યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

અમદાવાદ, તા.૧૪: છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કિસ્સા વધી રહ્યા છે, લોક ડાઉન સમયે શંકાશીલ પતિએ પત્નીની વોચ રાખવા ઘરમાં સીસીટીવી કેમેરા લગાડયા હતા એટલું જ નહી માનસિક તથા શારિરીક ત્રાસ પણ આપવામાં આવતો હતો જેથી કંટાળીને કર્ણાટકથી આવેલી પત્નીએ પતિ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

આ કેસની વિગત   એવી છે કે   અગાઉ કર્ણાટકમાં  અને અત્યારે નવરંગપુરામાં વિજય ચાર રસ્તા પાસે પ્રોફેસર્સ કોલોનીમાં  બહેનના ઘરે રહેતા દિશાબહેન જયસ્વાલે ગુજ.યુનિ. પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ રાહુલભાઇ રામકિશોર જયસ્વાલ સામે ફરિયાદ નોધાવી છે ક પંદર વર્ષ અગાઉ  રાહુલ સાથે લગ્ન થયા હતા અને  બે સંતાનો છે.  લગ્નના થોડા સમય બાદ બન્ને વચ્ચે તકરાર શરુ થઇ હતી જેમાં પતિ તુ ગાંડી છે, તેને કાંઇ આવડતું નથી તેવા મહેણા ટોણા  મારીને માનસિક ત્રાસ આપતા હતા.જોે કે જે તે સમયે અમદાવાદ બહેનના  ઘરે રહ્યા બાદ સમાધાન થતાં મહિલા પતિ સાથે બેંગલોર રહેવા  ગયા હતા.

ફરિયાદી મહિલા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાથી દ્યર ખર્ચ માટે પતિ દબાણ કરતા હતા,  એક વર્ષ પહેલા ફરીથી તકરાર થતાં ધક્કો મારીને મારવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ લોક ડાઉન સમયે પતિએ પત્નીની વોચ રાખવા ઘરની અંદર અને બહાર સીસીટીવી કેેમેરો લગાડયા હતા. આખરે કંટાળીને ફરિયાદી મહિલા બહેનના ઘરે રહેવા આવ્યા હતા અને ગઇકાલે પતિ સામે  ફરિયાદ નોંધાવી હતી.

(9:41 am IST)