Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુરતમાં હજારમાં મોઢું નાખતા મહિલા તલાટી હિરલ ધોળકિયા ઝડપાયાં

રાજકોટઃ સુરતના અડાજણ વિસ્તારમાં પેઢી નામુ બનાવવાના બદલામાં રૂ.૧ હજારની લાંચ લેતા મહિલા તલાટી અને એક વચેટિયાને પણ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ પકડી પાડયો છે.

સુરતના પાલનપોર ગામના તલાટી અને અડાજણ ગામનો વધારાનો ચાર્જ ધરાવતાં હિરલ નવીનચંદ્ર ધોળકિયાએ પેઢીનામું તૈયાર કરવાના ૧૫૦૦ રૂપિયા નકકી કર્યા બાદ અંતે હજાર રૂપિયાની લાંચ નકકી કરવામાં આવી હતી. આ લાંચ ફરિયાદીએ કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલને આપવાની હતી. પરંતુ પેઢી નામુ તૈયાર કરનારી વ્યકિત આ રકમ આપવા ઈચ્છતી ન હોવાથી એન્ટિ કરપ્શન બ્યૂરોના અધિકારીઓનો સંપર્ક કરી લાંચના છટકાનું આયોજન કર્યું હતું. અડાજણ તલાટીની ઓફિસમાંથી જ બન્નેને પકડી પાડવામાં આવ્યા હતા.

(11:25 am IST)