Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સૌરાષ્ટ્રના સિંહોર પંથકના ૧૯ વર્ષના મોસ્ટ વોન્ટેડ 'કાલીયા ગેંગ' ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

સુરતના લોકોને આપેલ વચન મુજબ અડધો ડઝન ગેંગોનો સફાયો કરનાર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે વધુ એક ગેંગને તીતર-ભીતર કરી નાખીઃ નાના કિશોરોનેગેંગમાં સામેલ કરેલા : એડી. પોલીસ કમિશ્નર શરદ : સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયા ટીમે સીપીના માર્ગદર્શનમાં લોકોના દિવાળીના તહેવારો હોળી બનતા અટકાવ્યા

રાજકોટ, તા., ૧૪: સુરતના પોલીસ કમિશ્નર પદનો ચાર્જ સંભાળ્યા બાદ તુર્ત જ શહેરને ડ્રગ્સ મુકત અને માથાભારે ગેંગોમુકત  બનાવવાનું વચન સૌરાષ્ટ્ર ગેંગ, ટમેટા ગેંગ સહીત અડધો ડઝન ગેંગોનો સફાયો કરી વચનપુર્ણ કરનાર અજયકુમાર તોમર ટીમ દ્વારા વધુ એક ગેંગનો પુર્ણ રૂપે ઉદય પામી  ફાલેફુલે તે પહેલા જ સફાયો કરી નાખવામાં આવ્યો છે.

મોસ્ટ વોન્ટેડ વિજય ઉર્ફે કાલીયા ઉંમર વર્ષ ૧૯ મૂળ વતન સૌરાષ્ટ્રના સિંહોર પંથક તથા રવીન્દ્ર ચૌહાણ દ્વારા નાના-નાના છોકરાઓને એકઠા કરી દિવાળીના તહેવારમાં  લોકો પાસે સ્વભાવીક રીતે નાણા સાથે અને દાગીના પહેરી બહાર નિકળ્યા હોય તેમને લૂંટી અને દિવાળી બગાડવાની યોજના તૈયાર કરી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાને આ ગેંગ અંગેની માહીતી મળતા જ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાથે ચર્ચા કરી ચોક્કસ રણનીતી મુજબ આખી ગેંગને ઝડપી લીધી હતી.

આ ગેંગની પુછપરછમાં સાગર તથા જાહીર વિગેરે દ્વારા વાહન ચાલકોને છરીની અણીએ લુંટી લઇ રોકડ તથા મોબાઇલની  લૂંટ કર્યાની કબુલાત સાથે અમરોલી વિસ્તારની ૩ લૂંટ તથા કામરેજ વિસ્તારમાં  એક શખ્સને ઘુંટણના ભાગે ચપ્પુ માર્યાની કબુલાત આપી હતી. આમ અનેક ગુન્હાઓ ઉપર પડદો ઉંચકાઇ ગયો છે.

(11:36 am IST)