Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મહેસાણાના વિસનગરમાં આત્મહત્યા કરવા યુવક વીજપોલ પર ચડ્યો વીજ તંત્રે પુરવઠો બંધ કર્યો :મહેસાણા:પાલિકાની ટીમે ક્રેઈનથી ઉતાર્યો

વિજપોલ પર ચડનારો વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું અનુમાન

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે એમ.એન કોલેજ રોડ પર આવેલી વસુંધરા સોસાયટી નજીક એક વિજપોલ પર કોઈ અજાણ્યો શખ્સ આપઘાત કરવા ઉપર ચડ્યો હતો. જે રસ્તા પરથી પસાર થતાં લોકોને નજરે પડતા સ્થાનિકોએ વિજતંત્રને જાણ કરી વીજપુરવઠો બંધ કરાયો હતો. જેથી મોટી દુર્ઘના ટળી હતી. શખ્સ વિજપોલ પરથી નીચે ઉતરવાનું નામ ન લેતા અંતે પોલીસ બોલાવાન ફરજ પડી હતી

 . વિસનગર નગરપાલિકાની રેસ્ક્યુ ટીમે જહેમત ઉઠાવી બકેટ ક્રેનની મદદથી વિજપોલ પર ચડેલા શખ્સને નીચે ઉતારી પોલીસ હવાલે કર્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટના જોનારા લોકોના મતે વિજપોલ પર ચડનારો આ વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

(11:38 am IST)