Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરાના ૯૧ લોકોની દિવાળી પોલીસે સુધારીઃ ગૂમ થયેલ મોબાઇલો પરત કર્યા

સુરત- અમદાવાદ- વડોદરા અને રાજકોટના પોલીસ કમિશ્નર દ્વારા અપાયેલ દિપોત્સવી ભેંટ આવી છે : ગુજરાતના વિવિધ જીલ્લાઓ તથા દેશના અનેક રાજયોમાંથી રીકવર કરી લોકોને પરત મોબાઇલ આપવાનું અભિયાન પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ, એડીશ્નલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા તથા ડીસીપી સંદીપ ચૌધરી ટીમની અથાગ જહેમતથી વડોદરાના લોકો આફરીન

રાજકોટ, તા., ૧૪: સુરત પોલીસે જે રીતે કાલીયા ગેંગને ઝડપી લોકોની દિવાળી  હોળી થતા અટકાવી, અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ટીમ દ્વારા દિવાળી પર ટ્રાફીકના ખાસ કરીને માસ્કના દંડ કરવાના બદલે લોકોને માસ્ક વગરના લોકોને  દિવાળી ભેટ આપી, રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સુદ્રઢ વ્યવસ્થા  ગોઠવી લોકોને દિવાળીના તહેવારો કઇ રીતે ઉજવવા તેની ભેટ આપી. તે જ રીતે વડોદરા  પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ કમિશ્નર ચીરાગ કોરડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-ર) સંદીપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વડોદરાના લોકોને દિવાળી ભેંટ તરીકે તેઓ દ્વારા ગૂમ થયેલ  કે ચોરી થયેલ ૯૧ મોબાઇલ પરત અપાતા વડોદરાના લોકોમાં હર્ષની લાગણી જન્મી છે.

સીસીટીવી પોલીસ કંટ્રોલ રૂમની જવાબદારી સંભાળતા પીએસઆઇ આર.એન.બારૈયાના નેતૃત્વ હેઠળ અને સિનીયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.

આ ટીમ ગુજરાતના વિવિધ ગામો તથા દેશના સંખ્યાબંધ રાજયો જેવા કે બિહાર, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ વિગેરે રાજયમાંથી આવા મોબાઇલો રીકવર કરી તેઓને પરત આપતો સાદો અને કોવીડ-૧૯ની ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન કરી યોજાયો હતો.  જેમાં સામાન્ય લોકોને પોતાના પરસેવાની કમાણીના મોબાઇલ પરત મળતા હર્ષની લાગણી જન્મી હતી.

(11:46 am IST)